Friday 26 December 2014

પ્રેમ માં ..

પ્રેમ  

પ્રેમ....
આ શબ્દ માં  જ કેટલી મીઠાશ  છે!! પ્રેમ ની અનુભૂતિ  તો અવર્નીય  અને અકલ્પનીય  તો છે જ પણ હું તો માનું  છું  કે પ્રેમ થવાની કલ્પના નો રોમાંચ અને એનો એહેસાસ  એક અલગ જ વસ્તુ છે....

પ્રેમ થયા બાદ દુનિયા  થી અલગ થવું એ સામાન્ય  ઘટના  છે...જેમાં  કોઈ ગમતી વ્યક્તિ  સાથે  કોઈ શાંત વાતાવરણ  માં રેહવાનું વધારે પસંદ હોય છે। .... પરતું પ્રેમ થયો ના હોય અને એકલા હો સુમધુર કર્ણપ્રિય  રોમેન્ટિક  સોંગ વાગતું  હોય અને તમે એક આવી વ્યક્તિ ના વિચારો માં ખોવાઈ જાવ કે જે તમારી છે જ નહિ અને તમે એને ખાલી જોઈ છે... અથવા તમારી કલ્પના માં  કોઈ જ આકૃતિ  નથી પણ માત્ર એક કલ્પના છે હું જેને પ્રેમ કરીશ એ આવું કોઈ હશે... બસ આવા એકલા  છતાં કોઈ  'હશે ' એની કલ્પના  નો  એહેસાસ જ કંઇક  અલગ છે... 
( કોઈ પૂછે કે માણસ  કેટલો  પોઝીટીવ  હોય શકે ? એનું  સરળ ઉદારણ છે કે..આવી કોઈ  ની  કલ્પના  માં  રેહવું કે...કોઈ આવશે અને મને પ્રેમ કરશે  અથવા હું પ્રેમ માં પડીશ !! પછી  ભલે ને વર્તમાન માં  કોઈ ભાવ પણ ના પૂછતું હોય !!! પણ હા પ્રેમ ની બાબત માં  માણસ  હમેશા  પોઝીટીવ જ રહે છે!!)

હવે મારી વાત કરું  તો હા કલ્પના  તો  મેં પણ કરેલી (જે સાકાર પણ થઇ ચુકી આ વર્ષે...) અને બધા જ કરતા હોય છે.. આવી જ કલ્પના માં  ખોવાઈ  ગયેલ અને હર્દય  માંથી  નીકળેલ  શબ્દો ને કલમ  થી  કંડાર્યા  હતા... (2012 માં  કલમ થી કંડારેલ  કવિતા 2014 માં  કી-બોર્ડ  થી કંડારી રજુ કરું છું .....)


દરેક ના દિલમા કોઇ રહેતુ હોય છે
કોઇ પ્રથમ નજરથી , તો કોઇ વરસો બાદ નજર મા વસતુ હોય છે

નામે અજાણ , ના કોઇ ઓળખાણ છતા અ કોઇ ખાસ ગમતુ હોય છે
મન મા , વિચારો મા સપનાઓ મા બસ એનુ નામ તો રમતુ હોય છે

કહેવુ તો કહેવુ તને કઇ રીતે
સાવ અજાણતા જ હુ તો બન્ધાયો તારી પ્રીતે

આ પ્રેમની કઇ પ્રકાર ની છે રીત
તારા વિચાર માત્રથી આવે છે સ્મિત

તને મળવાના , જોવાના વિચારોથી જ મન ભરાયેલુ રહે છે
જો તુ ના દેખાય, ના મળે , તો મન અક્ળાયેલુ રહે છે


તને જોવુ છુ અને બસ, જોતો જ રહી જાવ છુ
નથી આવતા કોઇ વિચાર, નથી મળતા શબ્દો અને તારી આખોના સમુદ્રમા ડુબતો જાવ છુ

તારા ચહેરા પર આવતી એક લટ , તેની તારી આગળી સાથે રમાતી રમત
ઉફ!!! આ અદા વિશે શુ કહુ શબ્દો નથી મળતા આ છે માત્ર’કયામત’ ’કયામત’ ’કયામત’

તુ નથી છતાય તાર હોવાનો ભાસ થાય છે, શ્વાસે શ્વાસે તારા હોવાનો અહેસાસ થાય છે


કારણ તો માત્ર એટ્લુ જ છે કે મારા હ્દય મા તારો નિવાસ થાય છે

Love is the Life....
Love you all...... <3        
                                                                                    J.J.ForEver...

                                                                              

No comments:

Post a Comment