Sunday 21 June 2015

 Thank you Papa...

પપ્પા.. 
આપણા ઘર ની એક એવી વ્યક્તિ જેને આપણે  હમેશાં  હસતા જોઈ છે ...ગમે  એટલી મુશ્કેલી માં પણ સદાય હસતું વ્યક્તિત્વ એટલે પપ્પા .....માતા  જો  દરેક  ઘર નો  પાયો છે તો પિતા  એટલે ઘર ની છત ...જેમ  છત આપણું  દરેક મૌસમ માં રક્ષણ કરે  છે એમ એક પિતા  દરેક પરિસ્થતિ માં સંતાન નું રક્ષણ કરે  છે..  'એક સાંધો ત્યાં તેર તૂટે'  એવી પરિસ્થિતિ માં  પોતાના સપના ભૂલી સંતાનો માટે માત્ર જીવનાર એટલે પિતા..  આપણે  ઘણી  વખત  'માં' ને thank you કહી એ  છીએ ...પણ  આપણે  હંમેશા  પાપા ને  thank you કેહવાનું  ભૂલી  જઈએ  છિએ..

હા , facebook /social sites નો  ફાયદો  એટલો  કે  Father's day ના  દિવસે  બધા ને  પાપા  યાદ તો આવે છે ...... આપણે  ક્યારેય  કોઈ  પિતા ને સમજી નથી શક્યા ....અને જો પિતા અને સંતાન વચ્ચે ની કોઈ વાત આવે ત્યારે આપણને  પિતા અને પુત્રી વચ્ચે નાં જ સંબંધો યાદ આવે છે ....ખરું ને ....??!!
પિતા અને પુત્રી વચ્ચે નો સંબંધ એટલે પર્વત અને નદી વચે નો  સંબંધ ......  એક પિતા ની તાકાત    એટલી  હોય છે  કે  માત્ર  પત્રો દ્વારા સામાન્ય પુત્રી ને  ઇન્દિરા ગાંધી  બનાવી શકે ....પણ  આપને ત્યાં પિતા  અને પુત્ર વચે ના  સંબંધ ની વાત બહુ  ઓછી  થાય  છે .....

મારે  આજે પિતા અને પુત્ર ના સંબંધ  ની  વાત કરવી  છે...  પિતા  અને પુત્ર નો  સંબંધ  બહુજ જટિલ હોય છે .. માટે એવું  પણ બને કે તમે રાષ્ટ્ર પિતા બની શકો  પણ  સારા  પિતા ના  બની  શકો ... ગાંધીજી  અને ત્તેમના  પુત્ર  વચે ની  વાત આનું  શ્રેષ્ઠ  ઉદાહરણ  છે ... 

થોડી  આજ ના  જમાના  ની  વાત કરું તો સુનીલ દત્ત  આપણ ને  તુરંત  યાદ  આવે . એક ઉતમ પિતા  એનાં  સંતાન ને સાચા   માર્ગ  પર લાવવા  શું કરી શકે  એનું  ઉદાહરણ  એટલે સુનીલ દત્ત .... એક પિતા  જ એક પુત્ર ને અમિતાભ બચ્ચન  બનાવી  શકે .... અને  નિષ્ફળ  પુત્ર ની કારકિર્દી  પણ બનાવી  શકે ..

 આપણે  માતા ને શિક્ષક કહીએ છીએ જે 100% સાચી વાત છે .. પણ  પાપા  શું ???  મારા મત મુજબ પિતા  એટલે એક ઉતમ ગાઈડ .. જીવન ના  દરેક  રસ્તા પર શું  કરવું , શું  ના  કરવું  એનું ઉતમ  જ્ઞાન  એક પિતા  જ આપી શકે .. એક ઉતમ પિતા  એટલે એક એન્જીનીર  જે પોતાનાં  સંતાન નું  ચરિત્ર , જીવન  ઘડે છે. 

પિતા  અને  પુત્ર  અમુક ઉમર બાદ મિત્રો  કેહવાય  છે... હું એટલે જ માનું છું કે પિતા અને પુત્ર વચે નો  સંબંધ એટલે આંગળી થી  ખભા   સુધી નો  સફર ..... 

Kandhe pe bithakar jo dikhye duniya, ungli thamkar jo sikhye chalna, guide banke jo batye rasta aur dost banke jo suljaye guthiyaan...


પિતા  એટલે જાણે પર્વત ...હોય  ખડતલ  પણ  અંદર  વહેતું લાગણી  નું  ઝરણું ....
પિતા  એટલે જાણે નારિયેળ  હોય સખત  પણ  અંદર  થી  હોય મુલાયમ કુણું 

 દરેક પિતા  ને શત શત વંદન ...


Happy Father's Day......




No comments:

Post a Comment