Tuesday 25 December 2018

A Talk between Santa claus and Kid


25 ડિસેમ્બર..... નાતાલ... ક્રિસ્મસ...

બાળકો નો ગમતો એક તહેવાર ,  ક્રિસ્મસ  એટલે લાઈટ્સ, જાત જાત ના કલરફુલ ડેકોરેશન અને કેક નો
તહેવાર...🎅



નવા વર્ષ નો ઉમંગ અને ઉત્સાહ અને કદાચ આ વર્ષ માં કાંઈક મળ્યા નો આનંદ તો હોય જ, પણ બાળકો માટે સૌથી વધુ જો આકર્ષણ ની વાત હોય તો એ છે સાન્તાક્લોઝ.....

સાન્તાક્લોઝ શું  આપશે એની તાલાવેલી નાના બાળકો માં સૌથી વધુ હોય છે અને આ કાલ્પનિક વાત છે એવું જાણનારા પણ આવનાર વર્ષ માં કાંઈક  જાદુ થઇ જાય અને એમની ઈચ્છાઓ પૂર્ણ થઇ જાય એના સપના જોતા હોય છે...ખરું ને?

પણ જો એવું બંને કે ખરેખર સાન્તાક્લોઝ હોય તો....?? અને જો એ કોઈ બાળક ને પૂછી ને ગિફ્ર્ટ આપે તો....?? બાળક શું માગશે....???




તમે  જ વાંચી લો , શું માગશે આજ નો બાળક સાન્તાક્લોઝ પાસે.......

હું તો શોધી રહ્યો છું એવી એપ ,
જે અપાવે મને પેરેન્ટ્સ ની લેપ.....

મમ્મી  મોબાઈલ માં અને પાપા ના ખોળા માં મારા બદલે  લેપી,

પછી ક્યાં થી આપે મને બન્ને વ્હાલ ભરી પપી..

ના હું મસ્તી કરું , ના કરું તોફાન, નંબર ની હોડ માં બસ માત્ર ભણ્યા કરવાનું,

ટેન્શન આટલું ઓછું હોઈ કે વળી દરેક હરીફાઈ માં મારે  નંબર લઇ આવવાનું 
હું તો શોધી રહ્યો છું એવી એપ ,
જે મને પ્રોત્સાહિત કરવા કે બિરદાવા પાડે કલેપ.... 

મારી દરેક મોમેન્ટ અને  મસ્તી કેમેરા માં કેદ કરી કેટલીય કાંઈક,

હેશટેગ લગાડી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં મૂકી ગણે પાછી કેટલી આવી લાઈક 
હું તો શોધી રહ્યો છું એવી એપ ,
જે મારી જોડે મસ્તી કરે ના રહે માત્ર પાડવામાં સ્નેપ.... 




બધા રોજ કામ માં દોડે , કોઈ વાર પાછું વર્ક ફ્રોમ હોમ કરે 
મારી સાથે કરતા વધુ લિંક-ડિન, મેલ અને ગૂગલ ક્રોમ કરે 
હું તો શોધી રહ્યો છું એવી એપ ,
જે અમને કરી લિંક-ડિન ,ઈન્ટરનેટ ને કરી નાખે સ્ક્રેપ....

કાશ, કોઈ તો કરે મારી સાથે તોફાન,કાશ કોઈ તો સમજે મારી વાત,

પછી જુઓ હું ડીલીટ કરી નાખું ગેમ તમામ કારણ મમ્મી પાપા સામે એની શું વિસાત 
હું તો શોધી રહ્યો છું એવી એપ ,
જે શીખવાડે દરેક પેરેન્ટ્સ ને કેર એન્ડ વહાલના સ્ટેપ..... 

હું તો શોધી રહ્યો છું એવી એપ ,

જે દરેક પેરેન્ટ્સ ની લાગણી ને કરે બૂટસ્ટ્રેપ......

- જશ 

3 comments:

  1. Very well written Jash .... True reality of today's world... Rightly put as a wish from today's children Keep up the good writing!!!

    ReplyDelete