Sunday 26 April 2015




Rishte

 'રીશ્તે '... સંબંધ  આ શબ્દ  જ કેટલો કર્ણપ્રિય  છે હા, એ વાત અલગ છે કે ઘણી વાર આ મન પ્રિય  નથી હોતો....

સંબંધ  ની  માયાજાળ બહુ જ અટપટી છે...ઘણી વાર આપણે  અમુક સંબંધ નિભાવતા હોઈએ નિભાવા ખાતર .. એનું ઘણું ખરું કારણ સમાજ ની મન માં રહેલી બીક હોય છે ...આવા સંબંધો ની સંખ્યા આપના જીવન માં  ઘણી વાર  વધુ હોય છે...

સંબંધ શબ્દ  ને આપણે  સમજ્યા જ નથી એવું મને લાગે છે... સંબંધ એટલે સમાન બંધન ..આ બને  શબ્દ નું મહત્વ જ આપણે  નથી સમજ્યા....સમાન બંધન  બન્ને  બાજુ .. આપણો  સમાજ એક તરફી પ્રેમ નથી સ્વીકારતો .. પણ આ જ સમાજ માં એક તરફી સંબંધો ની સંખ્યા વધુ છે  ખરું  કે નહિ ??? સંબંધ ની  જોડણી મુજબ એકતરફી ની વાત તો બંધબેસતી જ નથી ....

આપણે ત્યાં સંબંધ એટલે કાકા,મામા ,માસી ,ફઈ  વગેરે.....હવે એક બાળક   જન્મે સાથે આપણે  એક અટક અને અનેક સગાઓ આપીએ   છીએ ...બહુ જ સરળ ઉદાહરણ  આપું ...આજે હું જે પરિવાર માં જન્મ્યો છું માટે એ પરિવાર ના સભ્યો મારા  સગા થયા ..કદાચ હું કોઈ અન્ય પરીવાર  માં  જન્મ્યો હોત તો એ લોકો મારા સગા થયા હોત ....ખરું ???

આ 'સગા ' બનેલ વ્યક્તિ આપની સાથે જન્મ સાથે જોડી દેવામાં આવે છે...હવે શક્ય છે કે આમા થી કોઈ જોડે મારો  સ્વભાવ નો મેળ ના પડે...પણ આ સંબંધ જન્મ  સાથે જોડી દેવામાં છે... અને આપણે  માત્ર  સમાજ ની બીકે ખેંચ્યા કરીએ  છીએ.... સામા  પક્ષે અમુક સંબંધો આપને આપના સ્વભાવ મુજબ બનાવીએ છીએ  જેમ કે આપણા  મિત્રો.. આપના સામાજિક  જીવન માં  ઘણા વ્યક્તિ મળે  છે..પરંતુ આ બધા વ્યક્તિ મિત્રો નથી બની નથી શકતા.. જેની સાથે ફાવે એની જોડે આપણે સંબંધ બને છે.. બાકી માત્ર 'કેમ  છો ?' પૂરતા જ આપણે સંબંધ હોય છે ... આવી વ્યક્તિઓ પાછળ આપણે ઘસાવું નથી પડતું પણ કોઈ ઘર ના સગા હોય તો .........આપણે  ખાલી  Formality કરતા હોઇએ છીએ...

દરેક નાં જીવન એક વસ્તુ બની  હશે  જ કે ...ઘણી વાર કોઈ જ સંબંધ ના  હોવા છતાં , નાં આંખ ની ઓળખાણ છતાં કોઈ વ્યક્તિ  એ મદદ કરી  હશે .....અને  એ મદદ  થી આપના ઘણા પ્રશ્નો નો ઉકેલ પણ આવ્યો હશે ...ખરું ??? પણ જ્યારે importance / priority આપવાની  વાત આવે ત્યારે આપણે  'સગા 'વાળા  સંબંધ ને વધુ મહત્વ આપતા હોઈએ છીએ.... સંબંધ માં  ટેન્શન  / ખેચતાણ  હોવી  જ નાં જોઈએ .. સંબંધ નો પાયો  વિશ્વાસ છે..
આ  જ ભાવના વ્યક્ત  કરતો  બહુજ  સુંદર  SMS મેં વર્ષો પેહલા  વાંચેલો।...

       " સાચા સંબંધો સાચવવા  નથી  પડતા  અને સાચવવા  પડે એવા સંબંધો  સાચા  નથી હોતા "
Relations are the investment of our life
Very True Thought

સંબંધ હમેશા મધુર હોવો જોઈએ ..વિશ્વાસ  એ  સંબંધ નો શ્વાસ છે .. કોઈ સંબંધ  'વેતાલ ' ની જેમ ઊંચકી ને જીવન પથ પર ચાલશો તો એ  સંબંધ હમેશા તમારી પરીક્ષા કરશે /સવાલો પૂછશે ...જિંદગી નાં  દરેક સંબંધો એની જોડણી મુજબ ના હોવા જોઈએ....

આવી જ સંબંધો પર  એક કવિતા મેં  લખેલ  જે નીચે રજુ કરું છું  ......


Kuch rishte bhi ajib hote hai.. dur hote wo fir bhi karib hote hai..

Kuch rishte bhi matlab ke hote hai
Yeh apne ho ke bhi kab apne hote hai

Kuch riste bhi sauraht hote hai
Yehi jindgi ki daulat hote hai

Kuch riste apne hoke bhi kaha apne hote hai 
Apnko ke beech bhi wo begane hote hai

Kuch rishte sirf  nibhne ke hote hai
Wo riste sirf naam ke duniya ko dikhane ke liye hote hai

Kuch riste ankho suru hoke dil pe khtam hote hai
Kuch riste dil ke hote hai par ankho pe khtam hote hai      

Kuch rishte jindgi banate hai aur kuch risthe sari jindgi hume banate hai
Kuch risto ki inhi bato se muje pyar bhi hai aur nafrat bhi hai
Kyonki kuch main  chahat bhi hai aur kuch main milavat bhi hai.....    

No comments:

Post a Comment